'Aparajitha Ayodhya' - Kangana Ranaut એ કેપ પહેરી ડિરેકટરની - Bollywood Gujarati Samachar Aug 2020
'Aparajitha Ayodhya' - Kangana Ranaut એ કેપ પહેરી ડિરેકટરની - Bollywood Gujarati Samachar Aug 2020

‘Aparajitha Ayodhya’ – Kangana Ranaut – ‘વાસ્તવમાં હું આ ફિલ્મનું દિગ્દર્શન કરવા નહોતી ઇચ્છતી. મેં તો તેને માત્ર એક પ્રોજેક્ટ તરીકે તેના કન્સેપ્ટ પર કામ કર્યું હતું. હું એ ફિલ્મું નિર્માણ કરવા માગતી હતી અને દિગ્દર્શન અન્ય કોઇ ડિરેકટરને સોંપવાનો હતો.

Aparajitha Ayodhya: Kangana Ranaut turns producer with film on Ram Mandir-Babri Masjid case

રામ મંદિરના મુદ્દા પર આધારિત ફિલ્મ ‘અપરાજિત અયોધ્યા’નું દિગ્દર્શન કરી દિગ્દર્શકની કેપ પહેરવાનું અભિનેત્રી કંગના રનૌટે નક્કી કરી લીધું છે. અગાઉ તેણે ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસી’માં પોતાનું કૌવત દાખવ્યું હતું.

Kangana Ranaut Launch Panga Film Video Viral On Instagram
Kangana Ranaut Launch Panga Film Video Viral On Instagram

અયોધ્યાનો મુદ્દો વર્ષો જૂનો છે અને હજુ થોડા સમય પહેલાં જ તેનો ચુકાદો આવી ગયો છે. ‘મણિકર્ણિકા’ના લેખક કે.વી. વિજ્યેન્દ્રપ્રસાદે ‘અપરાજિત અયોધ્યા’ની પટકથા લખી છે, આ ફિલ્મ અંગે કંગના કહે છે. ‘વાસ્તવમાં હું આ ફિલ્મનું દિગ્દર્શન કરવા નહોતી ઇચ્છતી. મેં તો તેને માત્ર એક પ્રોજેક્ટ તરીકે તેના કન્સેપ્ટ પર કામ કર્યું હતું. હું એ ફિલ્મું નિર્માણ કરવા માગતી હતી અને દિગ્દર્શન અન્ય કોઇ ડિરેકટરને સોંપવાનો હતો. આ ઉપરાંત તે વેળા હું એટલી વ્યસ્ત હતી  કે ફિલ્મના દિગ્દર્શન અંગે વિચારવાનો તો કોઇ પ્રશ્ન જ નહોતો.

Kangana Ranaut turns director for Aparajitha Ayodhya, says it is a story of divinity – Today Live Bollywood Gujarati Samachar

 જોકે કે.વી. વિજયેન્દ્ર પ્રસાદે મને પટકથા આપી  એ વાંચતા મને લાગ્યું કે ફિલ્મ ઘણી ભવ્ય છે. મારા ભાગીદારોએ મને કહ્યું કે આ ફિલ્મ તું પોતે જ ડિરેકટ કરે તો સારું  મેં વિચાર્યું અને પછી મને પણ લાગ્યું કે આ ફિલ્મની દોર હું જ હાથમાં લઉ તો સારું. કેમ કે સબ્જેક્ટ પણ મારી પસંદગીનો હતો. આથી આ બધી જ પ્રક્રિયા અને નિર્ણય સહજતાથી લેવાયા.’

‘અત્યારે તો હું આ ફિલ્મના મેકિંગ પર જ ધ્યાન કેન્દ્રીત કરવા માગું છું. હું નથી માનતી કે આ કોઇ વિવાદાસ્પદ વિષય છે. આ ફિલ્મને હું પ્રેમ, શ્રદ્ધા અને એકતા દ્રષ્ટિકોણથી જોઉં છું અને તેથી જ તેમાં  આગળ વધવા માગું છું,’ એમ કંગનાએ જણાવ્યું છે.

You are reading this article via “World Girls Portal“, thank you very much for reading our article. Friends If you liked this article, please share it with your friends. 

1 COMMENT

Leave a Reply